Saturday, July 6, 2013

પ્રપંચ તંત્રની વાર્તા....

આજકાલ દેશમાં એક અને માત્ર એક જ એનકાઉન્ટર વિષે ચર્ચા ચાલે છે અને તે પણ માત્ર એટલા માટે કે તેમાં એક સફેદ દાઢી અને એક કાળી દાઢીની વાત છે .
હવે નેશનલ મિડિયા (ખાસ કરીને ઇલેકટ્રોનીક મિડિયા) રોજ જ આના વિષે ચર્ચા કરે તો પછી આપણી માતૃભાષા વાળા શું કામ પાછળ રહી જાય .
એટલે એક લેખક નામે ઉકો ...આ ઉકો એ એક લેખ ઢસડી કાઢ્યો કે જેને આપણે પ્રપંચ તંત્ર કહીશું ..
ઉકો ના કહેવા પ્રમાણે ગાંધીનગરના જંગલમાં એક દાઢીખાઉ વાઘ રહેતો હતો .....પણ હકિકતમાં દાઢીખાઉ વાઘ તો દિલ્લીના જંગલમાં રહે છે ...અને બધા જાણે છે ...એ વાઘને કઇ દાઢીનો શિકાર કરવો છે, ક્યારનો કરવો છે અને શેના માટે કરવો છે .
હકિકત પાછી એ પણ છે કે લાલ દાઢી એ જે શિકાર કર્યા હતા એ બધા સસલાં નહોતા પણ ઝેરી સાપોલીયા  હતાં . પણ અંચયાત્મક નાગરિકો આપણ ને સસલાં તરીકે સમજાવશે ....તમે અને હું થોડા જોવા ગયા હતા કે સફેદ ચામડી હતી કે કાળી કાંચળી હતી .... પણ આ અંચયાત્મક નાગરિકો ની પંહોચ પાછી દાઢીખાઉ વાઘ સુધી ખરી ....તેથી દાઢીખાઉ વાઘ સાથે મળીને પાછું એક પ્રપંચ તંત્ર ગોઠવશે ...જેની એકમાત્ર તપાસ સફેદ દાઢીનો શિકાર કરવાની હોય છે ...કારણ જો સફેદ દાઢી દિલ્લીના જંગલમાં પંહોચી જાય તો પેલા દાઢીખાઉ વાઘને પાંજરામાં પુરાવવું પડે અને અંચયાત્મક નાગરિકોની દુકાન બંધ થઇ જાય ...
મિત્રો તમને બધાને સત્ય ખબર જ છે ...છતાં લખવાનું કારણ એક જ કે ...પત્રકાર પાસે થી આશા એટલી જ છે કે તમે જે લખો એ સત્ય લખો ....બેલેન્સ્ડ લખો ...અને નહિ લખો તો પછી હવે તો અમારી પાસે પણ કલમ (sorry Blog) છે જ ....

ચાલો ત્યારે વંદે માતરમ ...જય જય ગરવી ગુજરાત ...